કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર

WORLD POETRY DAY
કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર 


દરેક પ્રકારના સર્જન માટે કોઈ રો - મટીરીયલની આવશ્યકતા રહે છે. આપણાં જીવનમાં પણ અનેક પ્રકારની પરિસ્થિતિઓ તેમજ સંજોગોરૂપી રો - મટીરીયલ પથરાયેલું છે, તેનાં જ દ્વારા તૈયાર થાય છે એક સર્જન - ‘કવિતા’.

કવિતા વારસો છે, કવિતા વિરાસત છે, એક એવો અનુભવ જે કદાચ નવો દૃષ્ટિકોણ આપે છે, માટે કવિતા માર્ગદર્શક પણ છે. જે વાતને સ્પષ્ટ શબ્દોમાં ના કહી શકાય કે ના સમજાવી શકાય તેને કવિતા રૂપે સરળતાથી વ્યક્ત કરી શકાય. કવિતા એ ભાષાંતર અને અનુભવોની અદ્દભૂત સફર છે, તે માટેની શબ્દોની રચના એ માનવ જીવનના ભવ્ય અનુભવો અને લાગણીઓનો અવાજ બની માધ્યમ તરીકે કાર્ય કરે છે.

કવિતા રસાળ હોય, પ્રેમાળ હોય, શબ્દોની એ પ્રકારની ગોઠવણ કે જે હળવાશમાં પણ ભારેથી અતિભારે વિષયોને સ્પર્શ કરી લે તેમજ વિચારકને નવી ગતિ આપે. હૃદયની ખૂબ જ નિકટની આ લાગણી એટલે કવિતા. કવિતા એટલે સાહિત્યનો એક એવો પ્રકાર કે જેનું સર્જન પોતાનામાં જ એક અલગ સિદ્ધિ છે. કોઈ એક પ્રાંતમાં નહિ, પણ વિશ્વના દરેક ખૂણે કવિતાઓ લખાય છે. ઈન્ટ્રોવર્ટ લોકો માટે કદાચ કવિતા વરદાન સમાન છે, જે કશું પણ લોકો સાથે શૅર કર્યા વિના જ કવિતાના માધ્યમથી ઘણું જ કહી દે છે. કોઈ વ્યક્તિ, વસ્તુ કે વિચારને શબ્દદેહ દ્વારા તેમાં ઉર્જા ભરવાનું કાર્ય કવિતા દ્વારા થાય છે, માટે કવિતાને ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર પણ કહી શકાય.

વર્ષ 1999 થી કવિતા દિવસની ઉજવણી પેરિસમાં શરૂ થઈ તેવું માનવામાં આવે છે, UNESCO દ્વારા કરવામાં આવેલી આ પહેલ પ્રથમ વર્ષે ઓક્ટોબરમાં, ત્યારબાદ દર વર્ષે 21મી માર્ચે આ દિવસ ‘વિશ્વ કવિતા દિવસ’ તરીકે ઉજવાય છે. વિશ્વની સૌ પ્રથમ કવિતા અંગે અનેક મતમતાંતરો પ્રવર્તે છે, તે પૈકી ગીલગામેશનું મહાકાવ્ય (પ્રાચીન મેસોપોટેમીયાનું મહાકાવ્ય) આશરે ઈ. સ. પૂર્વે 2100નું તેમજ આપણું મહાભારત આજથી આશરે 5200 વર્ષ પૂર્વે રચાયેલું હોવાનું સામે આવ્યું છે. 

  શબ્દો તેમજ કવિતાના ચાહકો માટે અનેક શબ્દો વપરાય છે, જે પૈકી LEXIPHILE ખૂબ પ્રચલિત શબ્દ છે. LEXIPHILE એ ગ્રીક શબ્દ LEXI જેનો અર્થ ‘શબ્દોનું’ તેવો થાય છે, જયારે ‘PHILE’ ‘ના પ્રત્યે પ્રેમ હોવો’ તેવું સૂચવે છે. આ જ શ્રેણીમાં LOGOPHILE શબ્દ પણ પ્રચલિત છે જે શબ્દોનો જાણકાર છે, સમાન અર્થ, વિરોધી અર્થ તેમજ પ્રાસ વાળા શબ્દોનું જ્ઞાન ધરાવે છે તેના માટે આ શબ્દ વાપરી શકાય. વ્યક્તિનો સ્વભાવ આંતર્મુખી હોય કે બહિર્મુખી, કવિતા માણસને માણસ સાથે તેમજ સૃષ્ટિના અન્ય કાલ્પનિક - વાસ્તવિક તત્વો સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે.

~ કિશન એમ. દાવડા 
(આ લેખમાં મુકવામાં આવેલી તસવીરો પર અમારો માલિકી અધિકાર નથી.) (We are not owning any rights on these photos)

Comments

Popular posts from this blog

Kitchen:- Mom's Leb..

રસોડું:- મમ્મીની પ્રયોગશાળા