Posts

Showing posts from March, 2024

કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર

Image
WORLD POETRY DAY કવિતા:- ઈન્ટ્રોવર્ટ લોકો માટેનું CAN DO SHARE કલ્ચર  દરેક પ્રકારના સર્જન માટે કોઈ રો - મટીરીયલની આવશ્યકતા રહે છે. આપણાં જીવનમાં પણ અનેક પ્રકારની પરિસ્થિતિઓ તેમજ સંજોગોરૂપી રો - મટીરીયલ પથરાયેલું છે, તેનાં જ દ્વારા તૈયાર થાય છે એક સર્જન - ‘કવિતા’. કવિતા વારસો છે, કવિતા વિરાસત છે, એક એવો અનુભવ જે કદાચ નવો દૃષ્ટિકોણ આપે છે, માટે કવિતા માર્ગદર્શક પણ છે. જે વાતને સ્પષ્ટ શબ્દોમાં ના કહી શકાય કે ના સમજાવી શકાય તેને કવિતા રૂપે સરળતાથી વ્યક્ત કરી શકાય. કવિતા એ ભાષાંતર અને અનુભવોની અદ્દભૂત સફર છે, તે માટેની શબ્દોની રચના એ માનવ જીવનના ભવ્ય અનુભવો અને લાગણીઓનો અવાજ બની માધ્યમ તરીકે કાર્ય કરે છે. કવિતા રસાળ હોય, પ્રેમાળ હોય, શબ્દોની એ પ્રકારની ગોઠવણ કે જે હળવાશમાં પણ ભારેથી અતિભારે વિષયોને સ્પર્શ કરી લે તેમજ વિચારકને નવી ગતિ આપે. હૃદયની ખૂબ જ નિકટની આ લાગણી એટલે કવિતા. કવિતા એટલે સાહિત્યનો એક એવો પ્રકાર કે જેનું સર્જન પોતાનામાં જ એક અલગ સિદ્ધિ છે. કોઈ એક પ્રાંતમાં નહિ, પણ વિશ્વના દરેક ખૂણે કવિતાઓ લખાય છે. ઈન્ટ્રોવર્ટ લોકો માટે કદાચ કવિતા વરદાન સમાન છે, જ...